આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૧૭ / ૪૧
હસે છે બધા, પણ ડરે છે અસલમાં, ખુમારી બતાવે, મરે છે અસલમાં.
ચાલ સાજન, હાલ ને આ રાતના સંગાથમાં, ચાંદ પણ થોભી ગયો છે વાતના સંગાથમાં.
બધાને આપજે ફૂલો, મને બસ રાખ ઝોળીમાં, ભલે ખાલી રહું, પણ દે જગતને લાખ ઝોળીમાં.
ફિલ્ટરે ગોરા કરેલા ગાલને લાઇક મળે, હોટલે ખાધેલ મોંઘી દાલને લાઇક મળે.
ગગન કોરું, ધરા કોરી, અરે આ ગરમ ચોમાસું, નયનમાં વાદળો દેખ્યાં, હતું બસ ભરમ ચોમાસું.
જે કદી જીવ્યો નહીં, એ સાવ ઘૂંટ્યું અક્ષરે, ને હૃદયમાં જે હતું, ના સ્હેજ આવ્યું અક્ષરે.
હજી યાદ છે એ નયનનો ઉજાસ, હતો ઓસરીમાં ભજનનો ઉજાસ.
જ્યાં ન વાડો હોય એવું ગામ હોતું ક્યાંક તો, જ્યાં કદી ભૂખ્યું ન બાળક રાત રોતું ક્યાંક તો.
ધરાની ધૂળમાંથી હું જરા ભીનાશ લાવ્યો છું, નગરના બંધ ઘરમાં હું નવું આકાશ લાવ્યો છું.
મંદિરે શોધ્યો ઘણો, ને ઈશ જોયો ઓટલે, એક ભૂખ્યો બાળ ત્યાં રાતે ય રોયો ઓટલે.
આંગળી તારી અડી, ત્યાં કૈંક જાગ્યું સ્પર્શમાં, ફૂલ જેવું કોમળું, પણ સાવ વાગ્યું સ્પર્શમાં.
ઘરે પાછો ફરું ત્યાં રાહ જોતો અકળ ખાલીપો, નયનની કોર પર બેઠો સદાનો સજળ ખાલીપો.
ઝૂંપડીની છોકરી બનતી જ રાણી ચિત્રમાં, રોટલી દોરી, પછી કરતી ઉજાણી ચિત્રમાં.
લખી રાખ્યું હથેળીમાં તમારું નામ શાહીથી, ન ભૂંસાયું કદી, કીધું અનોખું કામ શાહીથી.
પાનખરમાં કૂંપળો ક્યાં એકલા વનને જડે? એ જ રીતે સાથ ક્યાંથી ઝૂરતા મનને જડે?
ભલે ટાણું, કટાણું હો, અતિથિ આવે અમારે ત્યાં, સવારે મોર, સાંજે કોયલો ગાવે અમારે ત્યાં.
કોઈ આવીને કહે છે કૈંક છાનું કાનમાં, રાતના ગુંજે હજી પણ ગીત બાનું કાનમાં.
ભલે આ દેહ છૂટે, પણ મરીને હું તને મળવા, બનીને મેઘ, આભેથી ઝરીને હું તને મળવા.
હજી પણ રોજ ચડતું આ જગતમાં સત્ય શૂળીએ, અને સૌ ભીડમાં જોતા રહે છે નૃત્ય શૂળીએ.
ફૂલ સીંચે, ભૂખ વેઠે, રંક માળી બાગમાં, ફૂલ ચૂંટી શેઠ ચાલ્યા, રોઈ ડાળી બાગમાં.
ખડો પાર્થ ત્યાં તો કમાને દ્વિધામાં, નમે બાણ પોતે, નિશાને દ્વિધામાં.
નામ, કુળ, ના કોઈ પદવી, એક ઝોળી ઓળખાણ, ગામમાં ગાતી ફરે જે, એ જ ટોળી ઓળખાણ.
રોજ ઝાંપે આવ-જા કરતી સહેલી બેખબર, હું પલળતો જ્યાં, વરસતી એ જ હેલી બેખબર.
દીવડો મૂકી પ્રતીક્ષા રાત જાગી ઉંબરે, ને ઝબકતી આંખને પણ ઠેસ વાગી ઉંબરે.
હતો દીવડાને પવન પર ભરોસો, અને મેં ય રાખ્યો વચન પર ભરોસો.
કચેરીમાં બધું ધીમું, સવારી ઊંટ સરકારી, ફરે છે ફાઇલો ધીમી, નિરાંતે લૂંટ સરકારી.
પાર્સલે આવ્યું ભરેલું છે અથાણું ગામથી, ફોન આવ્યો, ને સુણાયું એક ગાણું ગામથી.
પીઠ ફેરી, ના જમી ને કૈં ન બોલે રીસમાં, બારણું વાસી, ન બારી આજ ખોલે રીસમાં.
જે થયું, જે ના થયું, સઘળું ય છોડ્યું રામ પર, ને હૃદયના તાર સાથે તાર જોડ્યું રામ પર.
આજ પણ અટકી પડી છે લાગણી ઘડિયાળમાં, રોજ ટકટક થાય છે બસ માગણી ઘડિયાળમાં.
આ સભામાં ના ગણાતી સ્હેજ મારી હાજરી, હું ગયો, ત્યારે બની એ સાવ ભારી હાજરી.
જૂઠ પૂજાતું અહીં, ને સાવ સાચું ઊલટું, ઊંઘમાં સપનાં ય ઊંધાં, ભાગ્ય કાચું ઊલટું.
ના ટકોરા, ના અવાજો, બારણે એકાંતમાં, આંસુ પણ અટકી ગયાં છે પાંપણે એકાંતમાં.
જિંદગીની દોર જોતાં ક્યાંક છૂટી ચૂપચાપ, દીવડાની વાટ જાણે સાવ ખૂટી ચૂપચાપ.
જીતનો સાચો નશો આવ્યો મને હાર્યા પછી, દર્દ પણ મીઠું થયું, એ દર્દ સ્વીકાર્યા પછી.
જિંદગીનો સાર તો બસ આટલો સમજાય તો, બાપનો ખાલી પડેલો ખાટલો સમજાય તો.
બધો સ્વાદ ઘરનો ભરેલો ટિફિનમાં, અને હાથ માનો મઢેલો ટિફિનમાં.
ડૉક્ટરે કીધું: ‘હવે તો ગાંઠિયા ખાવા નથી’, ને જલેબી સાથ પીળા ફાફડા ખાવા નથી.
હવે શાંત થઈ છે, કહાણી ન છેડો, તળાવે હજી છે નિશાની, ન છેડો.
હતાં મ્હેક રાતે, સવારે અમે તો ખરી ગ્યાં પવનના ઇશારે અમે તો.
ખુશીનું કે ઉદાસીનું, ભરેલું મેં તને સોંપ્યું, મળેલું જે હતું તારું, ઘડેલું મેં તને સોંપ્યું.
એક નાનું ઘર અને આ આંગણું ઓછું નથી, રાહ જોતું રોજ સાંજે બારણું ઓછું નથી.
તને ભૂલી જવા માટે, બધી યે રાત ભૂલું છું, તને મળતાં કહેવાની હતી જે વાત, ભૂલું છું.
નથી મેઘ, તોયે ઝડી નયનમાં, ઘણી વાતની છે કડી નયનમાં.
ઉદાસી ઢળે તો કહેજે મને, ન દીવો બળે તો કહેજે મને.
હતું આંગણ, હતો પીપળ, ઉપર માળો, નથી બાકી, હતાં ખેતર, હતી વાડી, વહે નાળો, નથી બાકી.
ગયો’તો સાવ સાજો હું, થયો ખાલી દવાખાને, હસે નર્સો, હસે ડૉક્ટર, હસે માલી દવાખાને.
ખુલ્લા પગે, હસતા મુખે, છે ચાલવું અંગાર પર, જ્વાળા ભલે ઊઠે, છતાં છે નાચવું અંગાર પર.
હૃદયમાં વસે એક આકાશ-પંખી, ઉડે, તો ઉડાડે ય વિશ્વાસ-પંખી.
બ્હાર તો સૌ શાંત છે, પણ ઓરડે તોફાન છે, વૃક્ષ ઊભું છે અડીખમ, પાંદડે તોફાન છે.