← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી બાકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતું આંગણ, હતો પીપળ, ઉપર માળો, નથી બાકી,
હતાં ખેતર, હતી વાડી, વહે નાળો, નથી બાકી.

પિતા ગુસ્સો કરે, ને મા છુપાવે ખોળલે મુજને,
હવે મોટો થયો હું, ને હવે ગાળો નથી બાકી.

તળાવે બેસતાં સાંજે, ગપાટા, ગીત ને ગમ્મત,
હવે ત્યાં ફ્લૅટ ઊભા છે, હવે પાળો નથી બાકી.

અમાસે તારલા ગણતા, પરીની વાત થાતી’તી,
નગરની રોશનીમાં આભ પણ કાળો નથી બાકી.

‘પરાગે’ ગામ છોડ્યું ને ગયો ભગવાન પણ ત્યાંથી,
હવે આ પાદરે ઊભો રખેવાળો નથી બાકી.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામડું #બાળપણ #સ્થળાંતર #ખોવાયેલુંઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #LostVillage #Childhood #Migration #VanishingPast #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતેં શું કર્યું?આગલો લેખ →એ વાત ન પૂછો