← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પંખી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૃદયમાં વસે એક આકાશ-પંખી,
ઉડે, તો ઉડાડે ય વિશ્વાસ-પંખી.

ઘડી પિંજરે, તો ઘડી આભ આખું,
ભમે ભીતરે એક આભાસ-પંખી.

ચડે બાળકો જ્યાં અગાશી ઉપર, ત્યાં
ઉડે સાથ મારું ય ઉલ્લાસ-પંખી.

મઠોમાં ઘણા સાધુ ભગવાં પહેરી,
ગયું ક્યાં? નથી ત્યાં ય સંન્યાસ-પંખી.

‘પરાગે’ ખરીને ય મ્હેકી હવામાં,
થયું આખરે મુક્ત કૈલાસ-પંખી.

– પરાગ રતનપરા

#ગઝલ #આતમા #મુક્તિ #અધ્યાત્મ #પંખી #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerBird #SoulsFlight #Spirituality #Freedom #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચપટી મીઠુંઆગલો લેખ →તોફાન છે