અસલમાં
હસે છે બધા, પણ ડરે છે અસલમાં,
ખુમારી બતાવે, મરે છે અસલમાં.
કરે મંચ પરથી બધાં દાન મોટાં,
પગારો ય ઓછા ભરે છે અસલમાં.
સદા ફૂલ સ્ટેટસ ઉપર મ્હેકતાં, ને
છતાં ડાળ પરથી ખરે છે અસલમાં.
પિતા ફોનમાં તો ‘મજામાં’ કહે છે,
હૃદય એકલું ત્યાં ઠરે છે અસલમાં.
‘પરાગે’ ગુમાવ્યું બધું, લોક સમજે,
ગઝલને હલેસે તરે છે અસલમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #દંભ #સચ્ચાઈ #એકલતા #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Hypocrisy #TruthBehindMasks #Loneliness #AgingParents #ParagRatanpara