અમે તો
હતાં મ્હેક રાતે, સવારે અમે તો
ખરી ગ્યાં પવનના ઇશારે અમે તો.
ન માળી, ન ક્યારો, ન વાડો, ન વંડી,
હતાં ગામના, પણ કિનારે અમે તો.
નથી દેવના હારમાં સ્થાન માગ્યું,
બિછાયાં બધાંના ઉતારે અમે તો.
ભલે ડાળ છૂટી, ભલે પાંખ તૂટી,
ગયાં વાયરાને સહારે અમે તો.
‘પરાગે’ ન માગ્યું જગતથી કશું, બસ
મળીશું સુગંધે, પુકારે અમે તો.
– પરાગ રતનપરા
#ગઝલ #પારિજાત #સુગંધ #નિરહંકાર #ફૂલ #પરાગરતનપરા
#GujaratiGhazal #NightJasmine #Fragrance #Humility #FallenFlowers #ParagRatanpara