મૃત્યુને
તું આવીશ ત્યારે
બારણું ખખડાવીશ નહીં,
એ હું જાણું છું.
એટલે જ
મેં સાંકળ ક્યારનીય ખોલી રાખી છે.
ચા બે કપ બને છે હવે —
એક મારો,
એક ઠંડો પડવા માટે.
ચશ્માં ટેબલ પર,
ચંપલ ઉંબરા પાસે,
અધૂરી ચોપડીમાં
પાનું વાળેલું —
બધું તને
સરળ પડે એ રીતે ગોઠવ્યું છે.
માત્ર એક વિનંતી:
આવે તો
સાંજે આવજે,
જ્યારે પૌત્ર
દફતર ફેંકીને
દાદા કહેતો દોડી આવે —
એ એક અવાજ
મારે સાથે લઈ જવો છે,
બાકી બધું
તને પ્રણામ.
– પરાગ રતનપરા