દવાખાને
ગયો’તો સાવ સાજો હું, થયો ખાલી દવાખાને,
હસે નર્સો, હસે ડૉક્ટર, હસે માલી દવાખાને.
ઘણાં ઇન્જેક્શનો મૂક્યાં, ઘણી ગોળી ગળાવી’તી,
હતી ગાલે, હવે બિલમાં, બધી લાલી દવાખાને.
સગાં આવ્યાં ખબર લેવા, ફળો લઈને, સલાહો લઈ,
બધાં ફળ ખાઈને પાછાં ગયાં હાલી દવાખાને.
થયો ડિસ્ચાર્જ, ને સાથે થમાવ્યું બિલ હજારોનું,
હવે ‘સાજા’ થયા, બોલો! પડે તાળી દવાખાને.
‘પરાગે’ શેર વેચીને ઉતાર્યું બિલ દવાઓનું,
બચી’તી એક ઝોળી, એ ય છે ઠાલી દવાખાને.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #હૉસ્પિટલ #મોંઘીસારવાર #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #HospitalBills #CostlyHealthcare #Humour #ParagRatanpara