અંગાર પર
ખુલ્લા પગે, હસતા મુખે, છે ચાલવું અંગાર પર,
જ્વાળા ભલે ઊઠે, છતાં છે નાચવું અંગાર પર.
દીવો કહે, ‘જે જાતને બાળે, જગતને એ દિસે’,
એ મંત્ર લઈ હસતાં અમારે જાગવું અંગાર પર.
મા રોજ ચૂલે શેકતી રોટી, દઝાડી આંગળી,
એણે અમારે કાજ શીખ્યું જીવવું અંગાર પર.
જેઠે બળે છે ખેતરો, ને ખેડુનાં ભીનાં કપાળ,
ખેડૂ તણે ભાગે સદા છે ખેડવું અંગાર પર.
છે પુષ્પનું જીવન ઘડી, તો પણ હસે છે બાગમાં,
શીખ્યું ‘પરાગે’ એ જ, કે છે મ્હેકવું અંગાર પર.
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #સંઘર્ષ #મા #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Courage #WalkingOnFire #Struggle #FarmersLife #ParagRatanpara