← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉંબરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીવડો મૂકી પ્રતીક્ષા રાત જાગી ઉંબરે,
ને ઝબકતી આંખને પણ ઠેસ વાગી ઉંબરે.

દીકરીની પાલખીએ આંસુ સાર્યાં ગામ સૌ,
ને વિદાયે બાપુએ બસ ક્ષેમ માગી ઉંબરે.

થાકનો ભારો ઉપાડી ઘેર આવ્યો સાંજના,
દીકરી દોડી, થકાવટ સાવ ભાગી ઉંબરે.

એ ભણી’તી, સ્વપ્ન પણ’તાં, તોય ઘરની ખાતરે
ઓરતાં ને આશ સઘળી, જાત ત્યાગી ઉંબરે.

આ ‘પરાગે’ શેર ગાયો ગામના ચોરા ઉપર,
ને પછી સૌ ગામને એ વાત લાગી ઉંબરે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #ઉંબરો #દીકરી #સ્ત્રીનોત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Threshold #DaughtersFarewell #WomansSacrifice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાનું સ્વેટરઆગલો લેખ →સાંજ ઢળે ઘાટે