ન છેડો
હવે શાંત થઈ છે, કહાણી ન છેડો,
તળાવે હજી છે નિશાની, ન છેડો.
ગયા એ દિવસ ને ગયાં એ ઉમળકા,
હવે રાખ જેવી જવાની ન છેડો.
ઉઘાડો ન પેટી, હશે પત્ર જૂના,
લખી ત્યાં કથાઓ પુરાણી, ન છેડો.
ભજન ગાય છે એ ગલીએ ગલીએ,
હતી એ કદીની દિવાની, ન છેડો.
‘પરાગે’ કદી મ્હેક માગી નથી કંઈ,
ખરી પાંખડી છે, મજાની, ન છેડો.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મૃતિ #જૂનોપ્રેમ #મૌન #જવાની #પરાગરતનપરા
#GujaratiGhazal #OldMemories #LostLove #LetItBe #FadedYouth #ParagRatanpara