← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકાંતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ટકોરા, ના અવાજો, બારણે એકાંતમાં,
આંસુ પણ અટકી ગયાં છે પાંપણે એકાંતમાં.

ફોન મૂક્યો બાજુએ, ને ત્યાં જ જોયું આ ઘડી:
સાંજ ગાતી ગીત બેઠી આંગણે એકાંતમાં.

એકલો હું, એકલી આ રાત, ને ઠંડી ઘણી,
હાથ શેકે યાદના બે, તાપણે એકાંતમાં.

ભીડમાં ખોવાઈને બે જણ હતાં, ને આખરે
ઓળખી ગ્યાં જાતને તો આપણે એકાંતમાં.

આ ‘પરાગે’ રાત જાગી શેર ગૂંથ્યા પ્રેમથી,
ઓગળીને રાતના એ ચાંદણે એકાંતમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #એકાંત #આત્મખોજ #સ્મૃતિ #શાંતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Solitude #SelfDiscovery #Memories #InnerPeace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઊલટુંઆગલો લેખ →મન