કહેજે મને
ઉદાસી ઢળે તો કહેજે મને,
ન દીવો બળે તો કહેજે મને.
હતી એક કેડી, હતો એક વડ,
ફરી પગ વળે તો કહેજે મને.
હજારો ધરી માનતા મંદિરે,
કશું પણ ફળે તો કહેજે મને.
હતો એક ડૂમો વરસથી અહીં,
કદી એ ગળે તો કહેજે મને.
‘પરાગે’ પવનને કહી વાત આ,
સુગંધો ભળે તો કહેજે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #સંદેશ #સાથ #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #TellMe #Companionship #Hope #ParagRatanpara