← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચિત્રમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝૂંપડીની છોકરી બનતી જ રાણી ચિત્રમાં,
રોટલી દોરી, પછી કરતી ઉજાણી ચિત્રમાં.

કાગળે કેનાલ બાંધી, ઠાઠથી ઉદ્ઘાટને,
ગામડામાં આજ લગ પણ માત્ર પાણી ચિત્રમાં.

ફોનમાં પૂર્યાં બધાંએ સાંજ, દરિયો, ચાંદની,
હાથમાં લીધી ન ક્ષણ, બસ દૂર માણી ચિત્રમાં.

ભીંત પરથી બોલતા પૂર્વજ હસીને રોજ, ને
ગામની જૂની કહે છે એ કહાણી ચિત્રમાં.

આ ‘પરાગે’ શબ્દથી દોર્યું ગગન, દરિયો, નદી,
એ બધામાં છે છુપાયેલી જ વાણી ચિત્રમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ચિત્ર #ગરીબી #સપનાં #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PaintedDreams #Poverty #MomentsLost #Heritage #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજૂની રીલઆગલો લેખ →શાહીથી