← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અમારે ત્યાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ટાણું, કટાણું હો, અતિથિ આવે અમારે ત્યાં,
સવારે મોર, સાંજે કોયલો ગાવે અમારે ત્યાં.

ભલે ઘી ના, ભલે સાકર ન હો, રોટી ભલે સૂકી,
છતાં માના ઘડેલા રોટલા ભાવે અમારે ત્યાં.

નગરની છોકરી પરણી, કઠિન લાગ્યું શરૂમાં તો,
પછી ચૂલો, ભજન, ગાયો, બધું ફાવે અમારે ત્યાં.

પિતા ગ્યા, પણ પિતાની જેમ ખેતરમાં હવે બેટો
ધરામાં બીજની સાથે સપન વાવે અમારે ત્યાં.

‘પરાગે’ એક શીખ્યું છે, બધું સૌને વહેંચીને,
અહીં જે પણ પધારે, એ ખુશી લાવે અમારે ત્યાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામડું #મહેમાનગતિ #ખેડૂત #સંસ્કાર #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageLife #Hospitality #FarmersFamily #Sharing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખને જડેઆગલો લેખ →કાનમાં