ને જડે
પાનખરમાં કૂંપળો ક્યાં એકલા વનને જડે?
એ જ રીતે સાથ ક્યાંથી ઝૂરતા મનને જડે?
ભોંય ફાટી ત્યાં ધરાએ પત્ર લખ્યો આભને,
જોઈએ, એ પત્ર ક્યારે સાંવળા ઘનને જડે.
ત્યાગના પાઠો ભણાવે મંચ પરથી બાપુઓ,
મોક્ષ શોધે, અંતમાં તો શેઠના ધનને જડે.
ખેતરે આખો દિવસ ને ખેડુ થાક્યો સાંજના,
ગોદ મા જેવી હવે ક્યાં થાકતા તનને જડે?
શબ્દના ઊંચા મિનારે ના રહે મારી ગઝલ,
આ ‘પરાગે’ એટલું માગ્યું: સરળ જનને જડે.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #દુકાળ #દંભ #સરળતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Solitude #DroughtPrayer #FakeGurus #PoetryForAll #ParagRatanpara