કાનમાં
કોઈ આવીને કહે છે કૈંક છાનું કાનમાં,
રાતના ગુંજે હજી પણ ગીત બાનું કાનમાં.
ચોપડીમાં એક સૂકું ફૂલ રાખ્યું’તું કદી,
ખોલતાં ત્યાં ગણગણે છે એક પાનું કાનમાં.
બાપુના કાગળ હજી છે બંધ જૂના ટેબલે,
રોજ ખૂલી જાય છે એ મૌન ખાનું કાનમાં.
સાંજના ઘર આવતાં જ્યાં ઢીંગલી દોડે, પછી
એક મીઠું વેણ બોલે સાવ નાનું કાનમાં.
આ ‘પરાગે’ જિંદગીભર ગીત ગાયાં સૌ તણાં,
આયખું પૂછે, ‘તમારું ગીત શાનું?’ કાનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મૃતિ #હાલરડું #પિતા #દીકરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Whispers #Lullaby #FathersLetters #Daughter #ParagRatanpara