બાગમાં
ફૂલ સીંચે, ભૂખ વેઠે, રંક માળી બાગમાં,
ફૂલ ચૂંટી શેઠ ચાલ્યા, રોઈ ડાળી બાગમાં.
કોયલે ગાયું સવારે, કોઈ ના થંભ્યું જરી,
કાગડાના ભાષણે તો થાય તાળી બાગમાં.
પાનખરમાં બાગ છોડી સૌ ગયા ઘર, તે પછી
કૂંપળોની ફૂટવાની આશ ભાળી બાગમાં.
આપણો એ બાંકડો સૂનો હવે, ને રોજ, લ્યો,
સાંજથી ત્યાં ઊતરે છે રાત કાળી બાગમાં.
આ ‘પરાગે’ મ્હેક વેરી, ને ભમરને નોતરું,
એ જ રીતે મેં ય મારી જાત ગાળી બાગમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #બાગ #માળી #શ્રમ #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Garden #TheGardener #Labour #NewBuds #ParagRatanpara