ભૂલું છું
તને ભૂલી જવા માટે, બધી યે રાત ભૂલું છું,
તને મળતાં કહેવાની હતી જે વાત, ભૂલું છું.
તને જીતાડવા માટે, રમતમાં હાર માની છે,
મને આ ચાલની ગમ ના, અને હું માત ભૂલું છું.
ભરી ભીડે તને શોધું, ગલી ને ચોક ખૂંદું, પણ
ઘરે પાછો ફરું ત્યારે જ મારી જાત ભૂલું છું.
ઘણાએ ઘાવ દીધા છે, ઘણાએ ફૂલ પણ દીધાં,
તને સંભારવામાં, હા, બધાના ઘાત ભૂલું છું.
તમે આપ્યાં હતાં ફૂલો, ‘પરાગે’ મ્હેક પણ માણી,
છતાં કાંટો જ ખૂંચે છે, બધી સોગાત ભૂલું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #વિસ્મરણ #વિરહ #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAndLoss #Forgetting #Separation #Remembrance #ParagRatanpara