← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરકારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કચેરીમાં બધું ધીમું, સવારી ઊંટ સરકારી,
ફરે છે ફાઇલો ધીમી, નિરાંતે લૂંટ સરકારી.

નિયમ સૌ રંક માટે છે, ગરીબો દંડ ભરતા, ને
કરોડો માફ શેઠોના, ધનીને છૂટ સરકારી.

નવા પુલના થયા ઉદ્ઘાટને ફોટા અને હારો,
રિબન કાપી ગયા નેતા, પછી ત્યાં ખૂંટ સરકારી.

પધારે બાર વાગ્યે ને જમી ઊંઘે બપોરે, ને
પછી આખો દિવસ ચાલે ચહાનો ઘૂંટ સરકારી.

‘પરાગે’ ગામ જોયું’તું, હતો ત્યાં સંપ સૌ ઘરમાં,
પછી મતની ઘડી આવી, પડી ત્યાં ફૂટ સરકારી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સરકારીતંત્ર #ભ્રષ્ટાચાર #લાલફીતાશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Bureaucracy #RedTape #Corruption #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખભરોસોઆગલો લેખ →લાફિંગ ક્લબનું સમૂહગાન