← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાફિંગ ક્લબનું સમૂહગાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હસો હસો રે ભાઈ, સવારે હસો હસો,
બગીચે ભેગા થઈને ખોટું ખોટું હસો.

દાદા આવ્યા લાકડી લઈ, દાદી આવ્યાં ચશ્માં પહેરી,
મોંમાં દાંત નથી એકે, તોય હસે છે ભરી ભરી;
હા હા હા ને હો હો હો, ભલે પેટ દુખે, હસો…
હસો હસો…

ઘેર જઈને વહુ કહે: ‘ચા ઠંડી, ને દાળ ખારી,’
દીકરો કહે: ‘પપ્પા, આજે પેન્શનની તૈયારી?’
ત્યાં મોઢું તો સૂજી જાય, ને હાસ્ય પૂછે: ‘હવે હસો?’…
હસો હસો…

પરાગ કહે: આ ક્લબમાં તો હસવું છે મફત,
પણ ઘરમાં જો હસો તો ખરું, એ જ છે અસલ કસબ;
બગીચે હસવું સહેલું, ઘરને બગીચો કરીને હસો…
હસો હસો…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખસરકારીઆગલો લેખ →ગુજરાતી તો એ