આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૧૫ / ૪૧
ભીંત તો ચણશું ફરીથી, ઠીકરો સંધાય ક્યાં? છાપરું બદલાવશું, પણ ઉંબરો સંધાય ક્યાં?
ગામથી સઘળા સગાંના છોકરા આવ્યા અહીં, સાથ ત્રણ થેલા, ભરેલા બિસ્તરા આવ્યા અહીં.
સાવ હળવે સ્પર્શવું, એ શીખતાં વરસો ગયાં, ને નયનમાં આંસુને પણ રાખતાં વરસો ગયાં.
ફરી એ ગલીમાં જવાશે કદાચ, ફરી એક વેળા મળાશે કદાચ.
મંદિરે ઝાલર સવારે વાગશે મારા પછી, ને ગલીનાં છોકરાં પણ જાગશે મારા પછી.
બે જણા બેઠાં હતાં, ને આ સદીઓ વાતમાં, ગામ આખું, ખેતરો ને સૌ નદીઓ વાતમાં.
ખેત સરખાં, ગામ સરખાં, ને ધુમાડો બે તરફ, રાજકારણનો રચાયો એ અખાડો બે તરફ.
નિખાલસ બાળ છે એને, સદા ભોળો રહેવા દો, થયો મોટો, છતાં માનો હજી ખોળો રહેવા દો.
નથી તું પાસ, તો પણ હું હજી તસવીર રાખું છું, પગે તારાં સ્મરણની હું મધુર જંજીર રાખું છું.
પલકથી કશું જ્યાં ખરે, ત્યાં ગઝલ, હૃદયથી અધૂરું ઝરે, ત્યાં ગઝલ.
ન ચર્ચા, ન ઝઘડો, હૃદે યાદ બસ છે, જવાબો ન દે તું, મને સાદ બસ છે.
બે ય ઊભાં એક ઘરના બારણે સાથે છતાં, ના મળી આંખો કદી એ આંગણે સાથે છતાં.
આંખ તો કોરી રહી, ને રાત રોયો શબ્દમાં, એક આખો જન્મ મેં તો સાવ ખોયો શબ્દમાં.
તેલ ખૂટ્યું છતાં ઝળહળું ના થયું, રોજ ધોયું હૃદય, ઊજળું ના થયું.
કોણ છે આ ઓરડામાં? રાત પૂછે આરસી, હું હતો કે કોઈ બીજો? જાત પૂછે આરસી.
ગયો છું, ભલે હું કિનારા સુધી, નથી પ્હોંચતો હું જ મારા સુધી.
આંખ ઢાળી, હોઠ ભીડી, જ્યાં મળીએ આપણે, એ જ ખૂણે એકલાં થઈને રડીએ આપણે.
નવાં વસ્ત્ર ધારી, જમાનો રહે છે, છતાં ડાઘ મનનો જ છાનો રહે છે.
કળીમાં બધા રંગ ક્યાંથી હશે? હવાને ગઝલ-ઢંગ ક્યાંથી હશે?
રાગ છેડ્યો પ્રેમનો ને ગીત તારા સાથમાં, હારવામાં પણ મજા છે, જીત તારા સાથમાં.
હવેલી ઉપર છે સમયની તિરાડો, અને આંખમાં છે પ્રલયની તિરાડો.
ઘર ભલે ના આપ મુજને, બસ બિછાણું આપજે, ચાંદ ના માગું, મને બસ એક ગાણું આપજે.
ગયા દરગાહ પર, દેખાય ક્યાં છે પીર સેલ્ફીમાં? અમે ગંગા ગયા, ના ગંગ, ના ત્યાં તીર સેલ્ફીમાં.
ના સુરાહી, ના સુરા, હું તો નજરને પી ગયો, એક ઘૂંટે હું પછી આખી સફરને પી ગયો.
ગ્રંથ ગોખ્યા, ઢોલ પીટ્યા, ભાન આવ્યું આખરે, હું ન જાણું કાંઈ, એવું જ્ઞાન આવ્યું આખરે.
હતી પત્રમાં સાવ વાતો ગુલાબી, પછી જાગરણમાં જ રાતો ગુલાબી.
અધૂરી કહાની કહેવાય ના, નયનની નિશાની કહેવાય ના.
ગયાં છો, છતાં છે હજૂરી તમારી, રહી સાંજ જાણે અધૂરી તમારી.
ન ઘર મારું, ન ઠેકાણું, લખું છું ગઝલ મસ્તીમાં, નદી કાંઠે રહું છું ને હસે છે કમલ મસ્તીમાં.
કામ નાનું હોય તો પણ કૈં ચડાવો ઉપરથી, ફાઈલો દોડે પછી, એવા ઠરાવો ઉપરથી.
કદી ડાળ પર ફૂલ થાવું પડે, કદી પગ તળે શૂળ થાવું પડે.
તરસથી ફાટતા રણને ધરા ભીનાશ લાગે છે, અમાસે આગિયાને દીવડો આકાશ લાગે છે.
ભોર થઈ, બાગમાં પાંખડી ઊઘડે, સ્વપ્નથી જાગતી આંખડી ઊઘડે.
ઘણો ભાગ્યો, છતાં છૂટી નહીં તન્હાઈ મારામાં, સમંદર પણ ડરી જાતો, જુએ ઊંડાઈ મારામાં.
ન આવ્યાં તો કશો વાંધો, બહાનાંઓ રહેવા દે, હવે તો આંસુ સાચાં છે, તરાનાઓ રહેવા દે.
ન કર્મો, ન ઉદ્યમ, બિલાડી નડે છે, ગ્રહો તો બિચારા, અનાડી નડે છે.
એ જ ઘરથી ઑફિસે ને એ જ ગાડું રોજનું, એ જ ચા ને એ જ છાપું, એ જ ઝાડું રોજનું.
કહે સાહેબ જે કૈં પણ, અમારું કામ હા માં હા, દિવસને રાત કે' તો પણ, મળે છે દામ હા માં હા.
સળગતી રહી લાગણી રાતભર, પવન ખેંચતો ઓઢણી રાતભર.
ગુમાવે આદમી નિજનું ખરું ઈમાન ટોળામાં, બને છે ભીડનો હિસ્સો, મટે ઇન્સાન ટોળામાં.
સરોવર કિનારે જુદું રૂપ જળમાં, બપોરે ઝગે છે કિરણ-ધૂપ જળમાં.
નથી બસ શ્યામની છાયા, સ્વયંની છે કથા રાધા, વિરહની આગમાં બળતી, છતાં હસતી સદા રાધા.
નદીની મુલાકાત ભૂલી ગયાં? હતી ચાંદની રાત, ભૂલી ગયાં?
ઘટાદાર ઇતિહાસ છે બીજમાં, પવનનો અહેસાસ છે બીજમાં.
હસી ચાલી ગયા એ તો, સકળ ભંડાર છોડીને, ન જોયું એક પણ વેળા, બધું ઘરબાર છોડીને.
કાશ, પાછો એ જ મારો કાળ બોલાવી શકું, આંગણે રમતું હતું, એ બાળ બોલાવી શકું.
એક પંખી રોજ ગણતું શેષ શ્વાસો પિંજરે, ને સગાંઓ રોજ આવી દે દિલાસો પિંજરે.
ભરી પ્યાલી ગઝલ કેરી, નશામાં રાગ ગાઉં છું, બળે ભીતર, છતાં હસતાં હૃદયની આગ ગાઉં છું.
તમારા નમનથી જ પથ્થર થયો છું, તમારી દુઆથી જ ઈશ્વર થયો છું.
ઉઠી મૌનમાંથી, મધુર સાજ થઈ જા, ગગનને અડી, તું જ પરવાજ થઈ જા.