આરસી
કોણ છે આ ઓરડામાં? રાત પૂછે આરસી,
હું હતો કે કોઈ બીજો? જાત પૂછે આરસી.
સ્મિત પહેરી નીકળું છું રોજ હું તો હાટમાં,
સાંજ ટાણે આંખ ભીની? વાત પૂછે આરસી.
બ્હાર સૌ પૂછે મને કે કેટલું ભેગું થયું,
શું ગુમાવ્યું ભીતરે? ઔકાત પૂછે આરસી.
રંગથી ઢાંક્યા ભલે મેં વાળ ધોળા, તો ય એ
આંખ નીચે કોઈ ઊંડો ઘાત પૂછે આરસી.
ભીડમાં હરખાઈ જાતો હું દિવસ આખો, પરાગ,
ઓરડે પાછો ફરું તો માત પૂછે આરસી.
– પરાગ રતનપરા
#ગઝલ #આરસી #અરીસો #આત્મખોજ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #SelfReflection #InnerTruth #Loneliness #ParagRatanpara