કદાચ
ફરી એ ગલીમાં જવાશે કદાચ,
ફરી એક વેળા મળાશે કદાચ.
તને યાદ કરતો રહું રાતભર,
પછી એ જ રીતે ભુલાશે કદાચ.
નજર તો ઝુકાવી દઉં હું ભલે,
ધડકતું હૃદય પણ છુપાશે કદાચ?
હતું બાળપણ, ને હતી ધૂળ પણ,
કદી ખેલ એ પણ રમાશે કદાચ.
પરાગે હજી મ્હેકવું છે ઘણું,
ખરીને ય થોડું જિવાશે કદાચ.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #મિલન #સ્મૃતિ #શક્યતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Perhaps #HopeToMeet #Memories #Possibility #ParagRatanpara