← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસો ગયાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાવ હળવે સ્પર્શવું, એ શીખતાં વરસો ગયાં,
ને નયનમાં આંસુને પણ રાખતાં વરસો ગયાં.

મા જમાડે, હું રિસાઉં, થાળ પાછો ઠેલતો,
એ જ ઠંડી રોટલીને ચાખતાં વરસો ગયાં.

બાપનો ગુસ્સો હતો ને એ જ ગુસ્સાની પછી
ભીંજતી બે આંખને બસ દેખતાં વરસો ગયાં.

ગામ, તીરથ, ધામ ફરતાં, ઈશ ના પામ્યો કશે,
ભીતરે મારી જ અંદર ઝાંખતાં વરસો ગયાં.

આ પરાગે ફૂલ છોડી ઊડવું’તું, તે છતાં
ભાર મમતાનો ઉતારી નાખતાં વરસો ગયાં.

– પરાગ રતનપરા

#ગઝલ #સમજણ #માવતર #આત્મખોજ #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #LessonsOfTime #Parents #SelfDiscovery #Detachment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆવ્યા અહીંઆગલો લેખ →કદાચ