← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધોધમાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસ્યો રે મેહુલો ધોધમાર, સાજણ, વરસ્યો રે ધોધમાર,
ખેતર ખેતર નાચે ધરતી, પહેરી લીલો શણગાર.

ગાજ્યો ગડગડ આભનો ઢોલ, ને વીજનાં તીર છૂટ્યાં,
સૂકાં નદી-નાળાંનાં હૈયાં એક ઝાટકે ફૂટ્યાં;
છાપરે છાપરે તબલાં વાગે, નેવે નેવે સિતાર…
વરસ્યો રે મેહુલો…

બળદ ઊભા ભીંજાતા ને ખેડુ હસે ખડખડાટ,
ગયા વરસનું દેવું ધોવાયું, જાણે થયો ઉઘાડ;
ભીની માટી ગંધ ઉડાડે, ઘર ઘર ઊગ્યો તહેવાર…
વરસ્યો રે મેહુલો…

પરાગ કહે: આ વરસાદ નથી, આ તો આભનું હેત,
ધરતીની તરસ જોઈ આંસુ થઈ દોડ્યું ખેતરે ખેત;
ભીંજાઈ જાજો, સાજણ, પહેલાં, પછી કરજો વિચાર…
વરસ્યો રે મેહુલો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકદાચઆગલો લેખ →ધરતી મારી મા