જમાનો
નવાં વસ્ત્ર ધારી, જમાનો રહે છે,
છતાં ડાઘ મનનો જ છાનો રહે છે.
નવું નામ લઈને ગયો હું વિદેશે,
છતાં બાળપણનો ખજાનો રહે છે.
ધરે ભક્ત સોનું, ધરે ભક્ત ચાંદી,
ખુદા ભાવનો બસ દિવાનો રહે છે.
ભલે પક્ષ બદલે, ભલે રંગ બદલે,
છતાં એક સત્તા-તરાનો રહે છે.
પરાગે તજી ડાળ, પ્રસરી હવામાં,
છતાં બાગનો બાળ નાનો રહે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પરિવર્તન #ભીતર #બાળપણ #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #ChangeAndConstancy #InnerSelf #Childhood #Devotion #ParagRatanpara