ક્યાંથી હશે?
કળીમાં બધા રંગ ક્યાંથી હશે?
હવાને ગઝલ-ઢંગ ક્યાંથી હશે?
પતંગા, બળે દીપ પર કેમ તું?
તને આ જ સત્સંગ ક્યાંથી હશે?
હજી ઊંઘમાં બાળ મલકાય છે,
પરીઓ તણો સંગ ક્યાંથી હશે?
ધરા શ્યામ, દાણા સુવર્ણી બધા,
જુએ ખેડુ થઈ દંગ: ક્યાંથી હશે?
પરાગે ભરી મ્હેક શબ્દે, છતાં
ગઝલને નવું અંગ ક્યાંથી હશે?
– પરાગ રતનપરા
#ગઝલ #સર્જન #વિસ્મય #પ્રકૃતિ #કુદરત #પરાગરતનપરા
#GujaratiGhazal #WonderOfCreation #Nature #Awe #Mystery #ParagRatanpara