← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા સાથમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાગ છેડ્યો પ્રેમનો ને ગીત તારા સાથમાં,
હારવામાં પણ મજા છે, જીત તારા સાથમાં.

ચાંદની ઓઢી હતી ને રાત જાગી'તી સખી,
જાગવાની પણ નવી'તી રીત તારા સાથમાં.

ભીડ મેળાની હતી, ને શોર આખા ગામમાં,
ધડકનો વાગી રહી, સંગીત તારા સાથમાં.

જેઠની બળતી બપોરે, લૂ ઝરે આકાશથી,
તો ય લાગી સાવ જાણે શીત તારા સાથમાં.

ફૂલથી છૂટી હવામાં આજ ઊડ્યો આ પરાગ,
ને બધું આકાશ લાગ્યું મીત તારા સાથમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #પ્રણય #સંગાથ #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Togetherness #Romance #Companionship #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખક્યાંથી હશે?આગલો લેખ →તિરાડો