તમારી
ગયાં છો, છતાં છે હજૂરી તમારી,
રહી સાંજ જાણે અધૂરી તમારી.
હજી બારણું રોજ ખોલી દઉં છું,
નયન રોજ કરતાં મજૂરી તમારી.
હજી ટેબલે ચા પડી છે ઠરેલી,
જુએ રાહ જાણે સબૂરી તમારી.
તરસ રણ સમી આંખમાં છે ઉગેલી,
અને છાંયડો દે ખજૂરી તમારી.
પરાગે ગઝલમાં ઉતારી વ્યથાઓ,
રહી માત્ર મુજમાં જ દૂરી તમારી.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #પ્રતીક્ષા #યાદ #સૂનુંઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Waiting #Memories #EmptyHome #ParagRatanpara