ના થયું
તેલ ખૂટ્યું છતાં ઝળહળું ના થયું,
રોજ ધોયું હૃદય, ઊજળું ના થયું.
આભમાં ગાજતું, ગડગડે રાતભર,
ખેતરે તો ય એ વાદળું ના થયું.
ઓરડા સાત ને બારણાં સો ભલે,
મન કદી એ ઘરે મોકળું ના થયું.
કેટલી ઠોકરો, કેટલા ઘાવ, પણ
ચામડું તો ય આ પાતળું ના થયું.
આ પરાગે સદા ગંધ વેરી, છતાં
ફૂલ ખરતાં ય મન આકળું ના થયું.
– પરાગ રતનપરા
#ગઝલ #અધૂરપ #આત્મનિરીક્ષણ #સ્થિરતા #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Incompleteness #SelfReflection #Equanimity #LifeTruths #ParagRatanpara