બસ છે
ન ચર્ચા, ન ઝઘડો, હૃદે યાદ બસ છે,
જવાબો ન દે તું, મને સાદ બસ છે.
ભલે મંચ પર કોઈ તાળી ન પાડે,
જરા આંખ ભીંજે, ખરી દાદ બસ છે.
ભલે થાળ છપ્પન ભરી લાવ, રાજા,
ઘરે મા વણે એ, મને સ્વાદ બસ છે.
ન ભગવા, ન માળા, ન તીરથ, ન મંદિર,
મને શ્યામનો એક ઉન્માદ બસ છે.
પરાગે ન ચાહી કદી ફૂલ-ગાદી,
ભ્રમરનો સુરીલો જરા નાદ બસ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #પ્રેમ #ભક્તિ #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #EnoughIsEnough #Devotion #Simplicity #ParagRatanpara