બીજમાં
ઘટાદાર ઇતિહાસ છે બીજમાં,
પવનનો અહેસાસ છે બીજમાં.
દટાયું ભલે સાવ અંધારમાં,
છતાં તેજ વિશ્વાસ છે બીજમાં.
નથી વાદળી, ને ધખે છે ધરા,
હજી ધૈર્યની પ્યાસ છે બીજમાં.
થશે કાલ એ રાજવી ઝાડ, પણ
હજી ધૂળ-વનવાસ છે બીજમાં.
પરાગે ગઝલ એ જ વાવી, હવે
નવા ગીતનો શ્વાસ છે બીજમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #બીજ #આશા #ધીરજ #સંભાવના #પરાગરતનપરા
#GujaratiGhazal #Seed #Hope #Patience #HiddenPotential #ParagRatanpara