ટોળામાં
ગુમાવે આદમી નિજનું ખરું ઈમાન ટોળામાં,
બને છે ભીડનો હિસ્સો, મટે ઇન્સાન ટોળામાં.
હતો એકાંતમાં જે ફૂલ પર ઝાકળ સમો કોમળ,
ઉઠાવે હાથમાં પથ્થર, બની તોફાન ટોળામાં.
ખુદાના નામ પર બાળ્યાં ઘણાં ઘર, ને પછી રાતે
બિચારો એકલો રોયો, હતો ભગવાન ટોળામાં?
હતી સૌને ખબર, શું છે ખરું ને શું હતું ખોટું,
છતાં સૌએ ગુમાવ્યું સાવ સઘળું ભાન ટોળામાં.
પરાગે ભીડ છોડીને પકડ્યો એકલો રસ્તો,
નથી મળતું કદી ક્યાંયે ખરું સન્માન ટોળામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ટોળું #હિંસા #માનવતા #વિવેક #પરાગરતનપરા
#GujaratiGhazal #MobMentality #Humanity #Violence #Conscience #ParagRatanpara