← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રીસમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પીઠ ફેરી, ના જમી ને કૈં ન બોલે રીસમાં,
બારણું વાસી, ન બારી આજ ખોલે રીસમાં.

આંગણે ચૂલો ઠરેલો, ઓસરી પણ ચૂપ છે,
ઝાંઝરી પણ મૌન છે, ના ક્યાંય ડોલે રીસમાં.

ચા ધરે, પણ ચા ય લાગે આજ ફીકી સાવ, ને
ખાંડ ઓછી, દૂધ ઓછું, માપ તોલે રીસમાં.

ઓસરીનો હીંચકો પણ સાથ એનો આપતો,
એ ય થંભી ગ્યો, ન આગળ સ્હેજ ઝોલે રીસમાં.

આ ‘પરાગે’ ગીત ગાયું, તોય મલકી ના જરી,
ને બટાકા જોરથી બસ ખૂબ છોલે રીસમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #રિસામણાં #દાંપત્ય #હળવીગઝલ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoversTiff #MarriedLife #LightVerse #SulkingBeloved #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએકાદશીનું ફરાળઆગલો લેખ →સારસ બેલડી