← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટિફિન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધો સ્વાદ ઘરનો ભરેલો ટિફિનમાં,
અને હાથ માનો મઢેલો ટિફિનમાં.

ભલે બોસ ગરજે સવારે, બપોરે,
મળે ગોળ થોડો છુપેલો ટિફિનમાં.

ભલે ડૉક્ટરે બંધ ઘી-તેલ કીધાં,
છતાં એક પાપડ તળેલો ટિફિનમાં.

દિવસભર હિસાબો, વળી ફાઇલો, બસ
મળું છું મને હું, ખુલેલો ટિફિનમાં.

‘પરાગે’ ગઝલ તો ઘણી છે લખી, પણ
ખરો શેર માનો વણેલો ટિફિનમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ટિફિન #મા #ઑફિસજીવન #ઘરનોસ્વાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #TiffinBox #MothersLove #OfficeLife #TasteOfHome #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહરિનો હંસઆગલો લેખ →ખાવા નથી