ઓળખાણ
નામ, કુળ, ના કોઈ પદવી, એક ઝોળી ઓળખાણ,
ગામમાં ગાતી ફરે જે, એ જ ટોળી ઓળખાણ.
રંગ ઊડ્યા, ને બચી બસ રાખ, ને બાકી રહી
ભીતરે બળતી સતત એ એક હોળી ઓળખાણ.
આયખું વીતી ગયું, ને આજ ઘરડા બાપુની
રોજ સાંજે જે ગળે છે એક ગોળી, ઓળખાણ.
આયનામાં, ફાઇલોમાં, ભીડમાં શોધ્યો મને,
આખરે માના જ ખોળે જાત ખોળી, ઓળખાણ.
આ ‘પરાગે’ શેર લખવા હાથમાં લીધી કલમ,
ને લખાયું તો ગઝલમાં આંસુ બોળી ઓળખાણ.
– પરાગ રતનપરા
#ગઝલ #ઓળખ #ફકીરી #ઘડપણ #માનોખોળો #પરાગરતનપરા
#GujaratiGhazal #Identity #FakirSpirit #OldAge #MothersLap #ParagRatanpara