કુલ ૨૦૨૨ લેખ · પાનું ૩૨ / ૪૧
તું નથી, તો લાગતો આ સાવ ઠાલો શબ્દ પણ, ‘મા’ સમો મીઠો હતો જે એક વ્હાલો શબ્દ પણ.
રણ મહીં ફૂલો ઉગાડે, બાગનો માળી હશે, પથ્થરે જે સૂર ફૂંકે, રાગનો માળી હશે.
ધોમ તડકો, લૂ વહે, ને આ ય પાણી ગરમ છે, મંચ પર નેતા તણી પણ આજ વાણી ગરમ છે.
ડાળ ઝૂલે, પાન ડોલે, એ સમીરે કાવ્ય છે, સાંજના ઘાટે, નદીના એક તીરે કાવ્ય છે.
એક છત્રી બંધ છે ને ઓસરી ભીંજાઈ ગઈ, બારણું ખુલ્લું હતું ને ઝાંઝરી ભીંજાઈ ગઈ.
કોઈની ના પાલખીમાં, ચાલતો મારે પગે, ઘાવ ખાધા, ઠેસ ખાધી, દોડતો મારે પગે.
ઘાટ પર બેસી રહેલી ઝંખના જાણે નદી, આથમે જે સૂર્ય, એની વેદના જાણે નદી.
હોઠ ના બોલે, છતાં આ રાત બોલી જાય છે, આંખ ભીની થઈ જતાં સૌ વાત બોલી જાય છે.
જતી મા ખેતરે વ્હેલી, મધુર ગાણું હજી બાકી, વળે રાતે ઘરે પાછી, અડધ ભાણું હજી બાકી.
વહે પ્રેમ સૌમાં, કિનારો જુદો છે, મળે આંખ સૌની, ઇશારો જુદો છે.
ઓ જમાના! આ નગરમાં તો હવા હાટે મળે, રોગ તો મફતે મળે, મોંઘી દવા હાટે મળે.
દૂર જઈને બાપની એ લાગણી સમજાય છે, સાંધતી’તી રોજ જે બા, ઓઢણી સમજાય છે.
કિનારે રહી શું? તરીને જરા જો, હિસાબો તજી દે, મરીને જરા જો.
બાંકડે બેઠા બપોરે પાંદડાં વાંચ્યા કરે, રાત પડતાં પૌત્રનાં એ આંસુડાં વાંચ્યા કરે.
તેં કરી ઝાડની લાકડી, માનવી, ને પછી શોધતો છાંયડી, માનવી.
ચલો, કશું ય ન રાખી, ફકીર થઈ જઈએ, હવા સમાન વહીને, સમીર થઈ જઈએ.
ભીડ આખી બ્હાર છે ને બારણામાં એકલો, છોકરાં પરદેશ ઊડ્યાં, આંગણામાં એકલો.
વર્ષ વીત્યાં કેટલાંયે, ઉઝરડો રૂઝાય ના, બા ગયાં ને આજ પણ એ ઓરડો રૂઝાય ના.
આજ નવલી રાત, ઝગમગ યામિની ગરબે રમે, આભમાંથી ઊતરીને દામિની ગરબે રમે.
ભલે ભૂખ્યો રહું, મારી કહાણી હું નહીં વેચું, પિતાની પાઘડી, માની નિશાની હું નહીં વેચું.
ઘાટ પર ઊભા રહી, સૌ સ્નાન સેલ્ફીમાં ગયું, ધ્યાન કરવા આંખ મીંચી, ધ્યાન સેલ્ફીમાં ગયું.
ગામની છેલ્લી ગલીમાં સાવ છેલ્લું બારણું, દીકરાની વાટ જોતું, રોજ ઘેલું બારણું.
નથી નાવ, બેઠો સહારે તરાપે, ન સઢ કે હલેસાં, ઇશારે તરાપે.
કૃષ્ણના હોઠે અડી તો વાંસળી મારી ગઝલ, બાળકે પકડી કદી તો આંગળી મારી ગઝલ.
કહે તો નદી થઈ ઝુલાવું તને, કહે તો પવન થઈ હસાવું તને.
દરદ ભાર સૌ મેં ઉઠાવ્યા હસીને, ઘણા ઘાવ દિલમાં છુપાવ્યા હસીને.
ઉજાગરમાં બળી દીવો, નભે તારા લખું છું હું, હથેળીમાં ઝરે ઝરણાં, નદી-ધારા લખું છું હું.
ચડી આભ માથે ઘટાઓ અષાઢી, વહે મ્હેક લઈને હવાઓ અષાઢી.
ચાંદને ચાહ્યો, હસીને ગાંડપણ લોકો કહે, ફૂલને ચૂમ્યું, તરત એ ઘેલપણ લોકો કહે.
આંખમાં ને શ્વાસમાં બસ એક મારો શ્યામ છે, ડૂબતાને ઝાલનારો તો સહારો શ્યામ છે.
ઘણાં સ્વપ્ન વેચી ભુલાવે અદાથી, ખરી વાત તો એ છુપાવે અદાથી.
ઘરે થાળી, હવે ખાલી, ઉધારી સૌ બરાબર છે, દવાખાને દવા ના છે, બિમારી સૌ બરાબર છે.
રાત કાળી, પવન, ઉંબરે દીવડો, દીકરા કાજ મા ટેકરે દીવડો.
રોટલાની મ્હેક થઈને ત્યાં જ ચૂલે મા હજી, પારણું ધીમે હલાવે, સાથ ઝૂલે મા હજી.
હૃદય છે છલોછલ, પિયાલે ઢળે, ગુલાબી બની એ ગુલાલે ઢળે.
દરદનો ય આવે જમાનો પરોણો, ઘડી બે ઘડીનો ફસાનો પરોણો.
ના ખજાનો, ના સિતારા, નમ્રતા તું આપજે, ને ઘણું જાણ્યા પછી પણ મુગ્ધતા તું આપજે.
દ્વારથી તું જ્યાં વળી, ત્યાં ચાલવું થંભી ગયું, હોઠ પરથી ગીત ઊડ્યું, બોલવું થંભી ગયું.
ગલીમાં રક્તનો રેલો, કયો ધારો? કહે ઈશ્વર, તને શોધે બધા પક્ષો, કયો તારો? કહે ઈશ્વર.
ઊંઘમાં ડૂબેલ જગમાં જે ય જાગ્યો, બુદ્ધ છે, રાજવી વૈભવ, બધો સંસાર ત્યાગ્યો, બુદ્ધ છે.
ઘંટ, દીવો, ધૂપ, શંખો, મંદિરો તો ભીતરે, કેમ શોધું બ્હાર જઈને? ઈશ્વરો તો ભીતરે.
અહીં આવવાનું, જવાનું ઉખાણું, પછી શું ગયાથી થવાનું? ઉખાણું!
લગાવી રંગ ગાલે ને, જગતને હું હસાવું છું, ગળીને સૌ દરદ ભીતર, નગરને હું હસાવું છું.
દ્વારિકામાં રાજવી, પણ ગામ-નામે મિત્ર છે, તાંદુલોમાં જે ધરાયો, એ જ સામે મિત્ર છે.
રાત મખમલની ઢળે ત્યાં ભોર થઈને આવજે, સ્વપ્નમાં ધીમે પગે તું મોર થઈને આવજે.
કલમ મારી સદા સાચી જ દેતી આ ગવાહી છે, લખું છું રક્તથી સઘળું, ભલે સસ્તી જ શાહી છે.
આપણો મેળ પણ ધૂળનો ખેલ છે, રૂસણું? એય બસ ભૂલનો ખેલ છે.
ગામ આખું ઊંઘતું ને કોઈ જાગે સરહદે, હિમ પવન કાંટા બનીને રોજ વાગે સરહદે.
આયનો હાથમાં સ્હેજ છૂટ્યા પછી, કોણ છું એ ખબર સાવ તૂટ્યા પછી.
પથ્થરોની ફાટમાંથી ઘાસ ઊગી જાય છે, જીવવાનો રસ હશે તો માર્ગ સૂઝી જાય છે.