તરાપે
નથી નાવ, બેઠો સહારે તરાપે,
ન સઢ કે હલેસાં, ઇશારે તરાપે.
ઘણાં વ્હાણ ડૂબ્યાં ગુમાને ભરેલાં,
હતો સાવ હળવો, કિનારે તરાપે.
ઘડી પૂર ઊંચું, ઘડી ઓટ ઊંડી,
નદી ઝૂલવે છે દુલારે તરાપે.
કહે લોક: ‘ઊતર, અહીં છે સલામત’,
મને તો નદી પણ પુકારે તરાપે.
પરાગે ન નકશો, ન રસ્તો, ન મંઝિલ,
વહું રાતભર બસ સિતારે તરાપે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનસફર #શ્રદ્ધા #નદી #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeAsRiver #Faith #LetGo #Journey #ParagRatanpara