અદાથી
ઘણાં સ્વપ્ન વેચી ભુલાવે અદાથી,
ખરી વાત તો એ છુપાવે અદાથી.
મતો માગવા ગામ ગામે ફરે છે,
પછી પાંચ વરસો રડાવે અદાથી.
ભરે બૅન્ક પરદેશની સાવ છાની,
પછી ત્યાં જ મોજો ઉડાવે અદાથી.
કચેરી કચેરી ફરે ફાઈલો ને,
રમત મેજ નીચે ચલાવે અદાથી.
પરાગે કરી વાત સાચી સભામાં,
મને દેશ-દુશ્મન ગણાવે અદાથી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રાજકારણ #ભ્રષ્ટાચાર #નેતા #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Corruption #Politicians #Hypocrisy #ParagRatanpara