ઢળે
હૃદય છે છલોછલ, પિયાલે ઢળે,
ગુલાબી બની એ ગુલાલે ઢળે.
ન બોલું કશું, બસ નજર જ્યાં મળે,
બધું દિલ તમારા સવાલે ઢળે.
હતો બાપ ઘરનો અડગ થાંભલો,
હવે હાર થઈ એ દિવાલે ઢળે.
વિદાયે ન બોલી શકી એ કશું,
બધી વાત એના રુમાલે ઢળે.
પરાગે ગઝલ જ્યાં ધરી હાથમાં,
સભા સૌ પ્રથમ એ વહાલે ઢળે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #લાગણી #વિદાય #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #OverflowingHeart #Love #Farewell #Father #ParagRatanpara