નહીં વેચું
ભલે ભૂખ્યો રહું, મારી કહાણી હું નહીં વેચું,
પિતાની પાઘડી, માની નિશાની હું નહીં વેચું.
ઘણા સોદાગરો આવ્યા, બધે ભાવો લગાવીને,
હસી બોલ્યો: ‘અરે યારો, જવાની હું નહીં વેચું.’
કચેરીમાં ધરી નોટો, કહે: ‘બસ ફેરવી નાખો’,
ભલે માથું કપાવું, પણ જબાની હું નહીં વેચું.
સહીને ભૂખ, શબ્દો જે સદા લખ્યા ગરીબોને,
ખરીદો મંચ, પણ મારી રવાની હું નહીં વેચું.
પરાગે મ્હેક વ્હેંચી છે ગલીએ ને ગલીએ પણ,
હવે મારા વતનની આ પુરાણી હું નહીં વેચું.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુદ્દારી #સ્વમાન #સચ્ચાઈ #ઈમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Integrity #NotForSale #SelfRespect #Honesty #ParagRatanpara