← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિત્ર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દ્વારિકામાં રાજવી, પણ ગામ-નામે મિત્ર છે,
તાંદુલોમાં જે ધરાયો, એ જ સામે મિત્ર છે.

આ બજારે લોક વેચે લાગણી, સગપણ બધું,
ના મળે જે ક્યાંય પણ, ને કોઈ દામે, મિત્ર છે.

ડૉલરોના દેશમાં સૌ ઓળખીતા, ના સગા,
રાહ જોતો જે હજી પણ ત્યાં જ ગામે મિત્ર છે.

એક કપ ચા, એક બીડી, એક ખુરશી, એક ગમ,
જે ખુશીથી ભાગ પાડે એક જામે, મિત્ર છે.

આ પરાગે ફૂલ સાથે પ્રીત રાખી છે સદા,
ધૂળ થઈએ તોય સાથે, એક ધામે મિત્ર છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મિત્રતા #દોસ્તી #કૃષ્ણસુદામા #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #KrishnaSudama #TrueFriend #Bond #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરામની સભાઆગલો લેખ →અંબાનો ગરબો