← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રામની સભા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રામની સભામાં અમે બેઠાં, ના માગ્યું કંઈ ધામ,
ખાલી ઝોળી લઈને ગયાં, ને ભરી લાવ્યાં રામ.

ના ધૂપ, ના દીપ, ના પૂજાની થાળી,
હૈયું ધર્યું ત્યાં તો ઝળહળી ઝાંખી રૂપાળી;
ઊંચ-નીચનો ભેદ ગયો, ને મન થયું નિષ્કામ…
રામની સભામાં…

શબરીનાં બોર ચાખ્યાં, ને કેવટનો નાવ,
રામને વહાલો લાગે, એ ભોળો ભક્તિ-ભાવ;
અમે ય લઈ ગ્યાં આંસુ બે, ને પ્રભુ બોલ્યા: ‘બસ, આ જ મારું દામ’…
રામની સભામાં…

પરાગ કહે: આ સભા અનોખી, ના જોઈએ નિમંત્રણ,
જે ખાલી થઈ આવે, એને મળે રામનું શરણ;
રામ-નામની મ્હેકે મ્હેક્યું આખું અમારું ગામ…
રામની સભામાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહું હસાવું છુંઆગલો લેખ →મિત્ર છે