← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓસરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક છત્રી બંધ છે ને ઓસરી ભીંજાઈ ગઈ,
બારણું ખુલ્લું હતું ને ઝાંઝરી ભીંજાઈ ગઈ.

બાળપણ ખાબોચિયામાં રોજ ઊભું હોય છે,
એક હોડી ડૂબતી ને કાંકરી ભીંજાઈ ગઈ.

છત્ર ઓઢી લોક ઊભા, એ બધા કોરા રહે,
બોડકી ઊભી રહી જે ટેકરી, ભીંજાઈ ગઈ.

હાથ જોડી આભ સામે, ખેડુ હરખાતો રહે,
ખેતરે ઊભેલ મોલે બાજરી ભીંજાઈ ગઈ.

આ પરાગે આજ શાહી મેઘમાં બોળી હતી,
એટલે તો વાત મારી આખરી ભીંજાઈ ગઈ.

– પરાગ રતનપરા

#ગઝલ #વરસાદ #ચોમાસું #બાળપણ #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #RainPoetry #Childhood #FarmersJoy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલીમડો ને આંબોઆગલો લેખ →લકવો