← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૌ બરાબર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરે થાળી, હવે ખાલી, ઉધારી સૌ બરાબર છે,
દવાખાને દવા ના છે, બિમારી સૌ બરાબર છે.

સડક પર ખાડ, ખાડે જળ, પડે ગાડાં, પડે ઘોડાં,
હવામાં ઊડતી એની સવારી, સૌ બરાબર છે.

ગરીબી ના રહી ક્યાંયે, લખાયું રોજ છાપામાં,
છતાં ચોકે નમે નાનો ભિખારી, સૌ બરાબર છે.

વગાડે બીન મંચેથી, પ્રજા થઈ નાગ ડોલે ત્યાં,
રમાડે છે અમોને એ મદારી, સૌ બરાબર છે.

પરાગે ફૂલ પૂછ્યું: ‘બાગમાં સૌ ઠીક છે ને?’, તો
કળી બોલી: ‘અહીં માળી શિકારી, સૌ બરાબર છે!’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #શાસન #ગરીબી #સબસલામત #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #AllIsWell #Governance #Poverty #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખથોરની જાતઆગલો લેખ →મેળેથી