← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લખું છું હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉજાગરમાં બળી દીવો, નભે તારા લખું છું હું,
હથેળીમાં ઝરે ઝરણાં, નદી-ધારા લખું છું હું.

ભલે ઘર ઝૂંપડું મારું, ભલે ખાલી રહે થાળી,
ગરીબોનાં બધાં સપનાં, બધાં સારાં લખું છું હું.

સમંદર પી ગયો તોયે, તરસ મારી રહી બાકી,
હવે પાંપણ ઉપર મોતી જરા ખારાં લખું છું હું.

વગડથી બાઈ જે લાવે શિરે વેઠી બધો તડકો,
હવે એના શિરે બળતા બધા ભારા લખું છું હું.

પરાગે શબ્દ વાવ્યા, ને ઉગી ગઈ મ્હેક પાનાં પર,
હવે ફૂલો ભરેલા સૌ નવા ક્યારા લખું છું હું.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિ #સર્જન #ઉજાગરો #શબ્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetsNight #Creation #WordsAndPain #WritingLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅનુભવઆગલો લેખ →અષાઢી