← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અનુભવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પુસ્તકો વાંચી ઘણા પંડિત થયા આ ગામમાં,
વેદ, ગીતા, ઉપનિષદ, સઘળું હતું એ નામમાં;
પણ ખરું શીખ્યા અમે તો ઠોકરે ને ઠેસમાં,
ખેતરે, ભૂખે, પસીને, ને સખત એ કામમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહસીનેઆગલો લેખ →લખું છું હું