હસીને
દરદ ભાર સૌ મેં ઉઠાવ્યા હસીને,
ઘણા ઘાવ દિલમાં છુપાવ્યા હસીને.
હતો ગામ ઝૂલો, હતો ગામ મેળો,
વિદેશે ગયો, સૌ ગુમાવ્યા હસીને.
ન સમજે, ન ચાહે, ન પૂછે ખબર જે,
છતાં તોય નાતા નિભાવ્યા હસીને.
દગો દઈ ગયા જે સગાં ને સહોદર,
બધા એ ગુના મેં ભુલાવ્યા હસીને.
પરાગે પડેલાં બધાં ફૂલ વીણી,
ફરી હાર એના સજાવ્યા હસીને.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મિત #સહનશીલતા #ક્ષમા #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #SmileThroughPain #Forgiveness #Resilience #Life #ParagRatanpara