જુદો છે
વહે પ્રેમ સૌમાં, કિનારો જુદો છે,
મળે આંખ સૌની, ઇશારો જુદો છે.
કદી બાથ મળતી, કદી ભીંત મળતી,
રડે સૌ અહીં પણ, સહારો જુદો છે.
ચડે એક ગાડી મુસાફર બધાયે,
છતાં સૌ જણાનો ઉતારો જુદો છે.
ગગન એક સૌનું, શશી એક સૌનો,
અમીરે, ફકીરે, નજારો જુદો છે.
પરાગે લખી સૌ ગઝલમાં કથાઓ,
કલમ એક, સૌનો ગુજારો જુદો છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રણયકથા #જીવનસફર #નિયતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveStories #DifferentEndings #LifeJourney #Destiny #ParagRatanpara