← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંચ્યા કરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાંકડે બેઠા બપોરે પાંદડાં વાંચ્યા કરે,
રાત પડતાં પૌત્રનાં એ આંસુડાં વાંચ્યા કરે.

કોણ મોટું થઈ ગયું ને કોણ ઘરથી દૂર છે,
આંગણે દોરી ઉપરનાં લૂગડાં વાંચ્યા કરે.

તેજ ઓછું આંખનું, તોયે ઝરૂખે બેસતા,
સાંભરે એ ગામનાં સૌ ખોરડાં વાંચ્યા કરે.

દૂધ, ઘી, દાણા, ઉધારી, બા લખી ગઈ’તી બધું,
આજ બાના હાથનાં એ ચોપડાં વાંચ્યા કરે.

શું હશે? પૂછ્યું પરાગે, તો હસી બોલ્યા પિતા:
‘આંખ તો પરદેશ ગ્યાં એ બાળુડાં વાંચ્યા કરે.’

– પરાગ રતનપરા

#ગઝલ #વૃદ્ધાવસ્થા #પિતા #એકલતા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #AgingFather #Loneliness #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહથેળીઆગલો લેખ →માનવી